O Corona, you have narrowed the path of life.
How o cruel, you have betrayed the whole world.
Such never happened even during world wars.
The scientists struggle ceaselessly, confused.
China,Italy, America, nations all in distress.
All confine themselves,though in disorder.
Corona, invisible on land and water and yet spread everywhere.
All the inhabitants of the earth in sorrow.
Some sit in their houses, cursing the destiny,
Some hold power responsible for the rukus.
How difficult are the times, anxious and worried is the world.
No one rules in the least, long or short.
Looming large, the dooms day, the universe is stunned and stagnant.
Care and the earth and the nature will flower and be fragrant.
કોરોના ( સૉનેટ)
નગીનચંદ્ર ડોડિયા
રે કોરોના જીવનપથનો પ્રશ્ન સંકીર્ણ કીધો,
ગોઝારા તેં જગસકલને છેહ કેવો છ દીધો.
આવું તો ના કદી પણ બન્યું વિશ્વના યુદ્ધમાં યે,
વૈજ્ઞાનિકો મૂંઝવણમહી ઝૂઝતા છે સદાયે.
છે ચાઈના,ઈટલી,અમરિકા જુઓ પૂર્ણ ત્રસ્ત,
સર્વે સ્થિત સ્વગૃહનગરે,અદ્યપિ અસ્તવ્યસ્ત.
આ કોરોના સ્થલજલવિશે દ્રશ્ય ના,તોય વ્યાપ્ત,
ને પૃથ્વીના સકલજનને માત્ર પીડા જ પ્રાપ્ત.
કોઈ બેસી નિજઘરમહી દૈવને દોષ દેતું,
શું સત્તાનો કસૂર પણ હોઈ શકે કોઈ કહેતું.
આ તે કેવી વિકટ ઘડી કે વ્યગ્ર, વ્યાકુળ વિશ્વ,
ના કોઈનો અમલ જરીયે,દીર્ઘ કે હોય હ્રસ્વ.
ભીતિ લૈને લયપ્રલયની સંભ્રમે સૃષ્ટિ સ્તબ્ધ,
Comments
Post a Comment