Those days will return, have patience,
The roads will be crowded, have patience.
The mountains of pain hang on our heads,
Tomorrow for sure, will melt , have patience
Why do you worry that you are locked in house?
In the house, you'll find heaven, have patience.
Tomorrow again morning of happiness will dawn,
The sun of sorrows will set, have patience.
The faces that you love will
arrive to see you, have patience.
ગિરીશ પરમાર
ધીરજ ધરજો
એ દિવસો પણ પાછા વળશે, ધીરજ ધરજો.
પાછા રસ્તાઓ ખળભળશે, ધીરજ ધરજો.
પીડાઓના પ્હાડો છો ને માથે આજે,
કાલે નક્કી એ ઓગળશે, ધીરજ ધરજો.
આજે ઘરમાં પૂરાયાની ચિંતા કેવી?
ઘરમાં પણ સ્વર્ગ નીકળશે, ધીરજ ધરજો.
કાલે પાછી ઉગવાની સુખની ઉષા હોં,
દુઃખનો સૂરજ સાચ્ચે ઢળશે, ધીરજ ધરજો.
મનગમતા ચ્હેરાઓ તમને પ્હેલા માફક,
પ્હેલા માફક આવી મળશે, ધીરજ ધરજો.
Comments
Post a Comment