On a planet
Named sun,
My lover has sown bajari,
She single handedly ploughed the land, sown the seeds, watered it and weeded it.
She has now invited me
From the seventh sky,
to reap the crop
On a condition that
Whatever mother of pearls
I reap
Will be my own.
And I am hungry
For so many days
In the Corona times.
Should I go to reap the crop?
પરગ્રહી પ્રેમિકાનું નિમંત્રણ
જયેશ જીવીબહેન સોલંકી
સુર્ય નામના ગ્રહ પર
વાવી છે બાજરી મારી પ્રેમિકાએ
ખેડ્યું, વાવ્યું, પાણી પાયું,નીદ્યુ એણે
એકલ હાથ
પૂળા લણવા મને
મોકલ્યું છે નોતરું
છેક સાતમા આસમાનેથી!
ને મુકી છે શરત
જેટલા પૂળા લણે તું
એટલાં બાજરીયાં
તારા બાપનાં.
ને હું ભુખ્યો છું આ કોરોના કાળમાં
કેટલાય દિવસોથી .
શું હું જતો રહું?
Comments
Post a Comment