To my village I go,walking
The tar is melting in my eyes,
I have branded my feet, walking.
He might not have walked like , me,
Though to the forest, Rama went on exile .
The exhausted,broken body was crumpled,
No shyam came to save,walking.
No shoulder, I got to bear my body
'Bedil' , I reached my grave, walking.
ચાલીને
અશોક ચાવડા ‘બેદિલ’
કાશ! પ્હોંચાય આમ ચાલીને;
પ્હોંચવું છે જ ગામ : ચાલીને.
આંખમાં ઓગળી રહ્યો ડામર,
પગને દીધા છે ડામ ચાલીને.
મારી માફક નહીં જ ચાલ્યા હોય,
છો ગયા વનમાં રામ ચાલીને!
થાક્યું-પાક્યું શરીર પીંખાયું,
કામ આવ્યા ન શ્યામ ચાલીને.
ના મળ્યો એક પણ ખભો ‘બેદિલ’,
દેહ પ્હોંચ્યોં સ્વધામ ચાલીને.
Comments
Post a Comment