Resounding the whole world
The ear piercing screams and wailing
Like the blows of axe on the heart.
It does not matter
to the oppressors
In the least,
Devoid of feeling or thinking.
These screams, heartburns
And footfalls
Will shake their chairs.
They won't forgive you
Even if you wash their bleeding feet and
drink the water.
The bundles that set out for their homes will reurn
With the flames of revolution.
Their parched bellies and throats
will fan the fire.
The workers will ask
For the accounts.
In the revolt
The forts and the empires
Will crumble
And they will take away
their share of bricks
From the rubble.
ગૌતમ વેગડા
આ મહાનાદ શાનો છે?
સમગ્ર વિશ્વમાં શ્રાવ્ય,
કાન ચીરતી કિકિયારીઓ અને રુદન,
હ્રદય પર કુહાડીના ઘા સમાન
પગરવ રસ્તાઓ કંપાવી રહયા છે.
જુલમગારોના મનમાં ફોતરી જેટલી
સંવેદના કે આભાસ નથી,
આ ચીસો, હૈયાવરાળ અને પગરવ
ખુરશી હચમચાવી દેશે,
એ લોહિયાળ પગોને ધોઈને પાણી
પીશો તો પણ નહિં બક્ષે.
ઘર માટે ભરાયેલાં બચકાં પાછાં ફરશે
ક્રાંતિની અસહ્ય લપટો સાથે,
એમનાં સુકાઈ ગયેલાં પેટ અને ગળાં
આ લપટોને પ્રચંડ વેગ આપશે.
ફ્રાંસની ક્રાંતિની જેમ પહોંચી જશે,
હીસાબ માંગવા આ મજુરો.
કિલ્લાઓ અને સામ્રાજયનો
વિધ્વંસ થશે
અને એમના ભાગની
એક એક ઈંટ ખેંચી જશે.
Comments
Post a Comment