Corona
He rang the bell,
The other blew the conch shell.
His tambourine rang,
The other's bell tinkled.
Here a drum beat,
There sound of tin pot and a bucket.
D for drum somewhere and
S for sweat somewhere.
Earthen lamp in the niche and
Laxmi crackers somewhere.
Candle made of wax,
Incense sticks.
Some had much vigour,
Others' shouts were loud.
Without understanding some danced,
Mistakenly some sang.
Many spoons and plates,
All snaps of fingers and clapping hands.
One got honoured,
The other asked for honour.
Some won, some lost, that's history,
And that is the end of the story.
ઈશ્વર ચૌહાણ
કોરોના
એણે વગાડ્યો'તો ઘંટ.
તેણે ફૂંક્યો'તો શંખ.
એની ખંજરી ખનનન.
તેની ઘંટડી ટનનન.
અહીં વાગ્યા'તા ઢોલ.
તહીં ડબલાં ને ડોલ.
ક્યાંક નગારાનો ન.
ક્યાંક તગારાનો ત.
ગોખે દીવા.
લક્ષ્મી ટેટા.
બત્તીઓ મીણની.
બત્તીઓ અગરની.
અમુકનો કાફી હતો જોશ.
તમુકનો ભારે જયઘોષ.
નાસમજમાં નાચ.
ગફલતમાં ગાન.
ઘણાં ચમચી-થાળી.
બધાં ચપટી-તાળી.
દીધાં એકે સન્માન.
લીધાં બીજે બહુમાન.
ઊગી આકડે ઊરી.
ને થઈ વાતેય પૂરી.
Comments
Post a Comment