The human race and the world
Is without any solution
In the face of Corona Pandemic.
There are walls
Between the houses.,invisible.
Or in other words
miles and miles of distance divides people
Here and there, everywhere
The universal question is discussed: What has not been restricted by Corona?
Travel by train, air, sea,even on feet,
Meetings functions, condolence gatherings,
Conferences,picnics, tours and trips, long drives and swimming,
Exchanging pleasantries with neighbours,friends, relatives,
Taking care of the ill,
Hotel, motel,buffet, parties
Malls, multiplexes,clubs,
Schools, colleges, universities,
Dialogues, discussions, symposiums,
Post, speed post, courier.
Only one thing remsins
Unrestricted:
Death death and death!
And yet in the end
One feels, the world is untouchabe,
untouchable
and untouchable.!
રમણ વાઘેલા.
વ્યાકુળ વિશ્વ અને અકળ કોરોના
સમગ્ર માનવજાત સહિત આખુંયે વિશ્વ આજે નીરૂપાય
કોરોના વાયરસની વૈશ્વિક મહામારી સમક્ષ !
પ્રત્યેક ઘર વચ્ચે ઊભી થઈ ગઈ છે
અદ્રશ્ય દિવાલ ! !
કહો કે માણસ માણસ વચ્ચે પડી
ગયું છે અંતર સો સો જોજન નું!!!
કોરોનાએ કયાં કયાં રોક લગાવી નથી એ યક્ષપ્રશ્ન ચોરે ને ચૌટે
ચર્ચાય છે.
કોરોના એ રોક લગાવી દીધી છે:
રેલમાર્ગ,હવાઈમાર્ગે,દરિયાઈમાર્ગ
અને પૈદલમાર્ગ પર
મિલન,મેળાવડા અને બેસણા પર.
હળવા મળવા અને પ્રવાસ પર્યટન પર.
વિહાર, સ્વેર વિહાર અને તરણ ઝરણ પર.
પડોશી, સગાં સ્નેહી ની ખબર અંતર પર અને આપ્તજનો ની સેવા સુશ્રુષા પર.
હોટેલ,મોટેલ ,બુફે અને પંગત પર.
મોલ,મલ્ટિપ્લેક્સ અને ક્લબ પર.
શાળા,મહા શાળા,કોલેજ અને
યુનિવર્સિટી પર.
સંવાદ,પરિસંવાદ અને વિચાર વિમર્શ
પર.
ટપાલ,સ્પીડ પોસ્ટ અને કુરિયર પર.
માત્ર એક જ બાબત પર કોરોના
તરફથી રોક લાગી નથી
અને એ બાબત છે: મૃત્યુ, મૃત્યુ અને મૃત્યુ!
છતાં છેલ્લે છેલ્લે અનુભવાય છે :
જાણે કે આખુંયે વિશ્વ અસ્પૃશ્ય,
અસ્પૃશ્ય અને અસ્પૃશ્ય !!!
Comments
Post a Comment