Breaking the wall that protects,where would they run?
Stuck to the nail of a question mark ,it struggles,
The body, where would it go, leaving the body?
Every city,village, the directions are closed,
Where would the moment, the time go knocking the dreams,the thoughts?
The mass, that suffers discrimination and indifference,faces the void,
staring at the void, where would they go?
This discouraged caravan of hunger,thirst and fatigue,
The small feet walking on the long road,where would they go?
At every step, eyes of compassion and love overflow,
Will get this life, begging, where would they go?
કયાં?
કિસન સોસા
જાગી રહ્યું છે મન, નયન જાગીને જાય ક્યાં?
રક્ષિત ભીંત ભાંગીને , ભાગીને જાય કયાં?
પ્રશ્નાર્થના જ આંકડે એ છટપટી રહ્યું
કે ખોળિયું ય ખોળિયું ત્યાગીને જાય ક્યાં?
હરેક શહેર ગામ દિશા બંધ ક્ષણ સમય
ખ્વાબે ખયાલે દસ્તકો દાગીને જાય કયાં?
વેઠી રહ્યાં સમૂહે વિષમતા વિડંબના
સામે છે શૂન્ય, શૂન્યને તાકીને જાય કયાં?
આ ભૂખ પ્યાસ થાકનો હિજરાતો કાફલો
નાનકડા પગ પ્રલમ્બ પથ ચાલીને જાય કયાં?
પગ પગે કરુણા પ્રેમની છલકે છે આંખડી
મળશે જ આય જિંદગી માગીને જાય ક્યાં?
Comments
Post a Comment