Skip to main content

Autobiography of Corona Kapoor:Raju Solanki

કોHello friends,
My name is Corona Kapoor.
I am on world tour.
I could steal some time
To pen my biography
That I shared on
Facebook, Twitter, instagram.
You might be bored
In the lockdown.
Read it,
You may find it interesting.
On a midnight in 1999
When all the computers of the world
Were trembling with the fear of Y2K virus
I was born in India.

I was talented since my childhood
In wearing dipers,
In crawling,
In chewing cadburies
In buttoning my shirt,
In riding bicycle,
You know, in everything I did
I was a fighter.

My dad was great
He got me to study in a convent.
I got, we got,you got, you got.
He she it got, they got
I was performing great,
' But the missionaries are bigots'
I used to tell my mom.

My family believes in  वसुधैव कुटुंबकम.
(Whole earth is a family)
My nanny owns a department all stores in New York,
My maternal uncle manages a motel in Michigan,
Uncle's vevan is in Virginia,
My paternal aunt is in Oklohoma
Dad's childhood friend is in Chicago.
Our diaspora is fantastic and fabulous.
Times of India published Global Gujaratiseries on us.

In 2018, I went to Cambridge
To study management.
I celebrated Christmas in New York.
My fiancé Franny joined me from Germany.

Franny is a master chef,
Cakes and cookies,
Pies and puddings,
Franny can cook everything, 
and speaks excellent English.
Love you Franny.

In 2019, I had break up with Franny
For Christmas vacation I went on Europe tour.
Madrid,Paris, Frankfurt, Zurich.
I missed Franny.
I sent WhatsApp message,
'I miss you Franny.
I could not imagine
I would long for you so much
Away from you.'

En route,
I had a call from Dad,
'Mom met with serious accident,
Come soon.'

I was in panic.
By the evening flight 
I flew for India.
I was much worried about mom.
I was very depressed.
As I landed on Sardar Patel international airport,
I spotted mom along with Dad, 
alive and kicking.
And there were thousands of people
On both sides of the road
Welcoming me,
With large hordings
'We love  you, Corona Kapoor.'
'Long live Corona Kapoor.'
'Come and stay in Gujarat.'
'कुछ दिन तो गुजारिये गुजरातमें '
'Spend some days in Gujarat'.

I embraced everyone.
I grew very emotional.
I hugged hundreds of people.
They hugged thousands.
They shouted ,
' हर हर कोरोना कपूर,
घर घर कोरोना कपूर !'.
(Hail Corona Kapoor
In every house, Corona Kapoor!)
Seeing their love
I was speechless.
You don't see such decent,loving people
Anywhere in the world.
Where I could not go,
They put my photos and garlanded me,
Even in slums.
How to return their love,
I don't know.

I am on world tour, just now.
I will come again.
my dear Gujarat.
I
Love
You.

Vevan, mother of a son in law or daughter in law

કોરોના કપુરની આત્મકથા

હેલો ફ્રેન્ડ્ઝ,
માઈ નેઇમ ઇઝ કોરોના કપુર,
હાલ હું વિશ્વના પ્રવાસે નીકળ્યો છું. 
રસ્તામાં થોડો સમય મળ્યો 
મેં મારી બાયોગ્રાફી લખી. 
ફેસબુક, ટ્વિટ્ટર, ઇન્સ્ટાગ્રામ પર શેર કરી. 
તમે અત્યારે લોકડાઉનમાં બોર થતા હશો. 
વાંચજો.
યુ મે ફાઇન્ડ ઇટ ઇન્ટરેસ્ટિંગ.

ઇસ્વીસન 1999ની મધ્યરાત્રીએ
જ્યારે દુનિયાભરના કમ્પ્યુટર્સ
વાયટુકેના વાયરસથી ફફડતા હતા 
ત્યારે ઇન્ડીયામાં મારો જન્મ થયો હતો. 

નાનપણથી હું ટેલન્ટેડ હતો. 
ડાઇપર પહેરતાં,
ભાંખોડીયા ભરતા,
કેડબરીઝ ચગળતાં,
શર્ટના બટન વાસતાં,
સાઇકલ ચલાવતા,
યુ નો, ઇન એવરીથિંગ,
આઈ વોઝ અ ફાઇટર.

મારા ડેડ ગ્રેટ હતા.
મને એમણે કોન્વેન્ટમાં ભણવા મુક્યો.
આઇ ગોટ, વી ગોટ, યુ ગોટ યુ ગોટ
હી, શી, ઇટ ગોટ, ધે ગોટ
સ્કુલમાં જોરદાર પરફોર્મ કરતો.
'બટ મિશનરીઝ આર બિગોટ*',
ઘરે આવીને હું મોમને કહેતો. 

મારું ફેમિલી વસુધૈવકુટુમ્બકમમાં બીલીવ કરે છે. 
મારી નાનીનો ન્યૂ જર્સીમાં ડિપાર્ટમેન્ટલ સ્ટોર.
ને મામાની મિશિગનમાં મોટેલ છે.
અંકલની વેવાણ વર્જીનીયામાં,
ને ફોઈ ફેન્કફર્ટમાં છે,
ડેડીના ફાસ્ટ ફ્રેન્ડ, લંગોટીયા દોસ્ત લોસ એન્જેલસમાં છે.
અમારું ડાયાસ્પોરા ફેન્ટાસ્ટિક અને ફેબ્યુલસ છે. 
અમારા માટે તો લખાયેલી
ટાઇમ્સ ઑફ ઇન્ડીયાની ગ્લોબલ ગુજરાતીનીં સીરીઝ છે. 

2018માં હું કેમ્બ્રિજ ગયો.
મેનેજમેન્ટ ભણવા.
એ વર્ષે ક્રિસમસ મેં ન્યૂયોર્કમાં સેલિબ્રેટ કરી.
મારી ફીયાન્સી ફેની ફ્લોરિડાથી આવી.
ફેની માસ્ટર શેફ છે.
કેક્સ એન્ડ કુકીઝ,
કસ્ટાર્ડ્ઝ એન્ડ પેસ્ટ્રીઝ,
પાઇઝ એન્ડ પુડિંગ્સ.
ફેની કેન કુક એવરીથિંગ
એન્ડ સ્પિક્સ એક્સેલન્ટ ઇંગ્લિશ.
લવ યુ ફેની.

2019ના નાતાલમાં મારું ફેની સાથે બ્રેકઅપ થયું.
હું એકલો યુરોપના પ્રવાસે નીકળ્યો.
મેડ્રિડ, પેરીસ, ફ્રેન્કફર્ટ, ઝુરીચ.
પ્રવાસમાં મેં ફેનીને યાદ કરી.
મેં એને વોટ્સપ કર્યો,
મિસ યુ ફેની. 
મને ખબર નહોતી
હું તારા વિરહમાં આટલો બધો ઝૂરીશ.

રસ્તામાં ડેડનો કૉલ આવ્યો.
મોમ મેટ સીરીયસ એક્સિડેન્ડ. કમ સુન
મારા મોતીયા મરી ગયા.
હું સાંજની ફ્લાઇટમાં ઇન્ડીયા ભાગ્યો. 
મોમની બહુ જ ચિંતા હતી મને.
હું બહુ જ ડીપ્રેસ હતો. 
પણ, જેવો હું સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યો.
મોમ ત્યાં જ હતી, ડેડ સાથે સાજીનરવી.
અને તેમની સાથે હતા હજારો લોકો.
રસ્તાની બંને બાજુએ.
મને વેલકમ કરતા હતા. 
એમના હાથમાં મોટા મોટા હોર્ડિંગ્સ હતા.
એમાં લખેલું, 'વી લવ યુ કોરોનાકપુર'.
'લોંગ લિવ કોરોનાકપુર'
'કમ એન્ડ સ્ટે ઇન ગુજરાત'.
'કુછ દિન તો ગુજારીયે ગુજરાત મેં'.
હું બધાને ભેટ્યો. 
બહુ જ ઇમોશનલ થઈ ગયો હું.
મને સેંકડો લોકોએ હગ* કર્યું. 
એમણે બીજા હજારોને હગ કર્યું.
લોકોએ ગગનભેદી નારો લગાવ્યો. 
'હર હર કોરોનાકપુર
ઘર ઘર કોરોનાકપુર'.

એમનો પ્રેમ જોઇને હું અવાચક થઈ ગયો
આઇ વોઝ સ્પિચલેસ.
આવા ડીસન્ટ, લવિંગ લોકો મને દુનિયામાં ક્યાંય જોવા ના મળ્યા. 
જ્યાં હું કદી ગયો નથી એવી જગ્યાએ
ઇવન સ્લમ્સમાં લોકોએ મારો ફોટો મુકીને મને ગારલેન્ડ કર્યું.
એમના પ્રેમનો બદલો હું કઈ રીતે વાળું?
મને કંઈ જ સમજાતું નથી.
હાલ તો વિશ્વપ્રવાસે નીકળ્યો છું.
હું ફરી આવીશ.
માઈ ડીયર ગુજરાત.
આઈ 
લવ યુ. 

(* બિગોટ - ધર્માધ, હગ - આલિંગન)

Comments

Popular posts from this blog

Two Poems: Vajesinh Pargi

1. There was No fistful grains. On hearth  Mother had Pebbles in the pot Boiling in the pot. The children  grasped this And slept Forgetting hunger. 2. Bundle on the head, Child on arm, Hunger in belly, Parched throat, Tears in eyes And helpless hands. With this much load We  We were rushing  towards our native house. The end of earth Is very far And the feet are bleeding. We had come  to earn our bread But we got The pain  Of entire world. વજેસિંહ પારગી બે કવિતા 1. ઘરમાં નહોતું  મૂઠી ધાન તો મા ઉકાળતી રહી હાંડલીમાં પથરા કલાકોના કલાકો. ચૂલા પર હાંડલી જોઈને સમજી ગયાં છોકરાં ને સૂઈ ગયાં ભૂલીને ભૂખ. 2. માથે પોટલાં ને કાખમાં છોકરાં પેટમાં ભૂખ ને ગળામાં શોષ આંખમાં આંસુ ને લાચાર હાથ. આતાટલો બોજ ઊંચકીને ભાગ્યાં છીએ અમે ઘર ભણી. બહુ દૂર છે ધરતીનો છેડો ને પગમાંથી વહે છે લોહીની ધાર. અમે તો આવ્યાં હતાં  રળવા રોટલો પણ દઈ દીધી અમને દુનિયા આખીની પીડા.