Skip to main content

Be Positive: Rajendra Vadhel


I am scared of a snake
Even on a TV screen.
If my meal is delayed
My fire in the stomach
Awakes.
If I have to go for appearing in  an exam.
In the sun,
The mercury of my anger rises
Above 100 Celsius.
I don't go in the street
Barefooted.i f i go out 
I always keep oro water with me.
I don't stay out of home
As I don't get good sleep without AC.
But in this lockdown
The migrant workers slept on the railway tract.
I was not much shaken with their deaths.
As I am shaken with defeat of a leader.
There was not so loud a sound
Comparable to thst in a serial
On dropping a puja thali.
When in geography , I see map of India 
My eyes move from Gujarat to Bihar.
I see migrant workers walking ,
Young children, breathless and crying.
When my feet ache and I get discouraged
Thinking that I cannot walk
Some other thought fancies me.
And could all the migrant workers
make to their homes?
Many had died
Midway, defeated.

Hence, be positive.

The workers who succeeded
To reach their native places,
They have a duty,
A duty to express their gratitude
By beating a thali,
By to ringing bells.
By lighting a lamp
By lighting a candle,
If you have a mobile phone,
To switch on a touch.
In the end,you have reached home
Alive, and kicking,
It's wonder of a wonder
In the Rama Raj!

Rather than beating the thali
Those who beat the tin ceilings,
Looked like the monkies of Rama Raj.

And that song,
'Go,Corona, go'
Was like chanting Ramdhun
By Vibhishana
Fully drenched in devotion
To his Rama...

બી પૉઝિટીવ (એક ખંડ)
રાજેન્દ્ર વાઢેળ-રાજ

હું તો ટીવીમાં આવતા સાપથીયે ડરી જાઉં છું
એક દિવસ મોડું જમવાનું બનેતો, 
જાગી જાય છે મારી જઠરાગ્નિ.
પરીક્ષા આપવા તડકામાં જવું પડે તો
મારા ગુસ્સાનો પારો
સો‌ સેલ્શિયસ પાર થાય છે.
હું શેરીમાં પણ ચપ્પલ પહેર્યા વગર જતો નથી.
ક્યારેક બહાર જવાનુ થાય તો
આરોવૉટર સાથે રાખું છું.
ને' રાત'તો ક્યાંય રોકાતો જ નથી.
મને મારા એ.સી.રૂમ વિના ઊંઘ ના આવે..!
પણ આ લોક-ડાઉનમાં 
માઇગ્રેન્ટ મજદૂરોતો ચાલતા-ચાલતા 
રેલ્વે ટ્રેક પર જ સૂઈ 'ગ્યાતા.
એમના મોતની આવડી મોટી અરેરાટી પણ નથી થઇ.
જેવડી મોટી અરેરાટી કોઈ નેતાની હાર જીત પર થાય છે.
એવડો મોટો અવાજ પણ નથી થયો,
જેવડો મોટો અવાજ સીરિયલમાં પૂજાની થાળી પડતાં થાય છે.
હું ભૂગોળમાં ભારતનો નક્શો જોઉં છું ત્યારે ગુજરાતથી બિહાર તરફ નજર કરૂં છું 
મને એમાં ચાલતા જતા મજદૂરો દેખાય છે હાંફતા રડતાં નાના ભૂલકાં.
જ્યારે મારા પગ દુઃખે ત્યારે હું વધુ ચાલી નથી શકતો 
એમ વિચારી નાસીપાસ થાઉં 
ત્યાં જ બીજો વિચાર ઊડીને આવી જાય છે મારા મનમાં
એમ તો મજદૂરો પણ ક્યાં બધા ચાલી શક્યા હતા ?
ઘણા અડધે જ મરી ગયેલા હારી ગયેલા માટે બી પૉઝિટીવ..!

જે મજદૂરો ગુજરાત મહારાષ્ટ્રથી ચાલતા ઘરે પહોંચવામાં સફળ રહ્યા
એમની એક ફરજ છે કે એમણે
આભાર વ્યક્ત કરવો જોઈએ
થાળી વગાડીને
ઘંટી વગાડીને
દીવો કરીને
મીણબત્તી સળગાવીને
મોબાઈલ હોયતો ટૉર્ચ ઓન કરીને.
આખરે તમે ઘરે પહોંચ્યા છોને
એ પણ જીવતા, ચાલતા ચાલતા
આનાથી મોટું આશ્ચર્ય બીજું શું હોય ?!
આ રામરાજમાં!!

જે લોકો થાળીને બદલે છત પર છાપરા વગાડતાં'તા એતો મને રામરાજના  વાંદરાંઓ જ લાગતા'તા
અને પેલું ગીત 'ગો કોરૉના ગો'
રામભક્ત વીભિષણની રામ પ્રત્યેના ભક્તિભાવથી છલોછલ રામધૂન જેવું.

Comments

Popular posts from this blog

Two Poems: Vajesinh Pargi

1. There was No fistful grains. On hearth  Mother had Pebbles in the pot Boiling in the pot. The children  grasped this And slept Forgetting hunger. 2. Bundle on the head, Child on arm, Hunger in belly, Parched throat, Tears in eyes And helpless hands. With this much load We  We were rushing  towards our native house. The end of earth Is very far And the feet are bleeding. We had come  to earn our bread But we got The pain  Of entire world. વજેસિંહ પારગી બે કવિતા 1. ઘરમાં નહોતું  મૂઠી ધાન તો મા ઉકાળતી રહી હાંડલીમાં પથરા કલાકોના કલાકો. ચૂલા પર હાંડલી જોઈને સમજી ગયાં છોકરાં ને સૂઈ ગયાં ભૂલીને ભૂખ. 2. માથે પોટલાં ને કાખમાં છોકરાં પેટમાં ભૂખ ને ગળામાં શોષ આંખમાં આંસુ ને લાચાર હાથ. આતાટલો બોજ ઊંચકીને ભાગ્યાં છીએ અમે ઘર ભણી. બહુ દૂર છે ધરતીનો છેડો ને પગમાંથી વહે છે લોહીની ધાર. અમે તો આવ્યાં હતાં  રળવા રોટલો પણ દઈ દીધી અમને દુનિયા આખીની પીડા.