Cannot touch or get hold of it.
Has no color and smell,
And yet it is there.
There is no proof of its presence,
Nor there is proof of its absence.
Invisible,
It is likely to be here, there,
Everywhere.
It does not discriminate
Between the poor, the rich, the middle class,
Business man, leader or worker,
Officer or temple priest,
Cricketer or film star,
Minister, servant or a president,
Child,elderly or youth.
It treats everyone as equal
And sticks
With a single touch.
For him, everyone is equal.
It does not believe in
Race
Caste
Nation
Religion
Region
Or language.
It does not discriminate between desi or foreigner,
For it,
Everyone is equal,
It sticks to anyone
Whom it meets.
It goes taking away life
Or leaves you alive.
Yes, it does not come
Uninvited,
Does not touch, unless you do.
Does not wander alone.
It has self pride
That is unmatched.
If someone touches,
It does not spare.
If one does not understand
It does not spare.
It winds around whole household,
Controls it completely,
Does not leave for at least a fortnight.
With a single strike,
It won the third world war.
Lonesome army
Against all countries.
Broke bodies, minds,economies.
The world powers bowed down.
Without atom bomb,
Sword
Or
Gun,
It slaughtered so many lives.
unbeaten
it attacked
And defeated the entire world.
કોરોના
કુસુમ ડાભી
એ નરી આંખે દેખાતો નથી
એને સ્પર્શી કે પકડી શકાતો નથી
એને રંગ કે ગંધ નથી.
તોય એ છે.
એની હાજરી હોવાની
કોઈ સાબિતી નથી,
એની ગેરહાજરી હોવાનો
કોઈ પુરાવો નથી,
પણ એ અદ્રશ્ય હોય
અત્ર તત્ર સર્વત્ર હોવાની
શક્યતા છે.
એ ભેદભાવ નથી રાખતો,
ગરીબ તવંગર કે મધ્યમ વર્ગ
વેપારી નેતા કે મજૂર,
અધિકારી કે પૂજારી,
ક્રિકેટર કે ફિલ્મ સ્ટાર,
મંત્રી, સંત્રી કે રાષ્ટ્ર પ્રમુખ,
બચ્ચું, બૂઢું કે જવાન,
બધાને ગણી એક સમાન,
વ્યવહાર કરે છે,
એક જ સ્પર્શથી
ચોંટે છે.
એને મન બધા સરખા,
ન રંગભેદમાં માને,
ન જાતિભેદ માં માને,
ન પ્રાંત કે ભાષાવાદ માં માને,
ન એ સ્વદેશી કે વિદેશીમાં માને,
એને તો બધા સરખા,
જે મળે એણે વળગી પડે,
જીવ લઈને ય જાય,
ને જીવતા છોડી પણ જાય.
હા, એ વગર બોલાવ્યે
આવતો નથી,
વગર અડે કોઈને અડતો નથી,
એકલો એકલો
રખડતો નથી,
એમ તો એ છે જબરો
સ્વાભિમાની.
પણ,
કોઈ અડે તો છોડતોય નથી,
કોઈ ન સમજે તો
મૂકતોય નથી,
એક ભરડામાં
ઘર આખું માથે લઈ લે,
14 'દી
વગર
મરતોય નથી.
એક ઝાટકે એણે
ત્રીજું વિશ્વ યુદ્ધ
જીતી લીધું.
એકલે પંડે
એકલયોદ્ધો
લડ્યો.
એક યોદ્ધોને
સામે અસંખ્ય દેશ,
આર્થિક, માનસિક
શારીરિક, ભાંગી નાખ્યા,
અર્થવ્યવસ્થાના તો
ટૂકડે ટૂકડા કરી નાખ્યા,
મહાસત્તાને શરણે
કરી નાખી,
કોઈ અણુબોમ્બ
કોઈ તલવાર
કોઈ બંદૂક
કશુંય ચલાવ્યા વગર
અસંખ્ય જીવહત્યા
કરી નાખી,
ને તોય એ
અણનમ રહ્યો.
કોરોનાનો આવો
કહેર રહ્યો,
પૂરા વિશ્વ ને
ભોં ભેગુ કરી દીધું.
Comments
Post a Comment