If I am linked by Corona
Do not burn or bury my dead body.
Assign it to the municipality.
They will take it straight to the electric crematorium in an ambulance.
In that way, the dead body along with the virus
Will turn into the ashes.
The smoke will ascend up above in joy.
If death be certain,
What if it arrives a day ahead?
I have told my family
That death is not a subject of weeping or pining.
Without looking at my face
Keep me in your memory
And live with joy.
Rejoice.
Only few families are gifted death.
Celebrate it.
Rather than dying a death without dignity
Consider Corona death a destiny.
Do not grieve or
Blame anyone, the system or
The king of the country.
The blame itself is an impotent element.
Welcome the death proudly.
After all, I am one of the billions of population
Of this contry
Not evoking any emotions
In the Jana Gana Mana.
વીનુ બામણિયા
કોરોના ગ્રસિત મૃત્યુનું બચાવનામું
ધારો કે
હું કોરોનામાં હણાઈ જાઉં
તો મારી લાશને
બાળશો નહીં દફનાવશો નહીં
એને સોંપી દેજો
નગરપાલિકાના
સબ વાહીની રથને
એ લઈ જશે સીધા
ઇલેક્ટ્રિક સ્મશાનમાં
એમ થતાં
વાઇરસ સાથે શબ સ્વાહા થઈ જશે
વરાળ ઉર્ધ્વગામી બની આનંદ અનુભવશે.
મરવું નક્કી જ છે એક દિવસ
તો
મૃત્યુ એક દિવસ વહેલું આવે કે મોડું શું ફરક પડે?
એટલે મે મારા ઘેર કહી દીધું છે,
મરવું એ રડવાનો વિષય નથી કે કકળવાનો પણ વિષય નથી
મારુ મો જોયા વગર તમે મને સ્મૃતિમાં કેદ કરી
જીવી શકો છો મજાથી
મજા લૂંટી લેવી
મોતની મજા ભાગ્યેજ કોઈ પરિવારને મળે છે.
એટલે મોજ કરવી મોજ
કાગડા કુતરાના મોતે મરવા કરતા કોરોનાના કોપે મરવું
કદાચ નિયતી જ હોય તો
નિયતી સમજી
એની પાછળ શોક ન કરવો
કે ન લાગતા વળગતા કે
પ્રશાસન કે દેશના રાજાને પણ દોષ ન દેવો
દોષ ખુદ એક નપુંસક તત્વ છે.
એટલે મોતને પણ ખુમારીથી વધાવી લેવું.
આખરે હું માત્ર ને માત્ર દેશની
જનગણમન અધિનાયક જય હો ની
એક માત્ર લાગણીશૂન્ય જનસંખ્યા છું ,
જનસંખ્યા.
Comments
Post a Comment