Seems dangerous,
I fight, but Corona seems the destroyer.
I am dead tired and I pant constany
Now the life , dependent , seems poor.
Desperate breath in, and desperate breath out,
Living in pain , is an accusation.
What kind of a disease is this in which the visitors too are afraid.
I consider that it is an excess.
I am in the isolation ward at least that is a help,
It is a longing for warmth and a famine of touch.
I am like an innocent dove, in apprehension
And the life, is like a hunter's net, a trap.
From being a human , I have turned myself into Corona,
If I tell someone that I am positive, it is like an abuse.
To be a warrior, is the real solution,
Never should I lose, that is the true care.
We will create new drea.,new human, new world,
Everything will change, the life is a bharti.
કોરોનાગ્રસ્ત દર્દીની ગઝલi
ડરે છે વિશ્વ આખું, વાઇરસ વિકરાળ લાગે છે,
લડું છું તોય કોરોના કરાલ કાળ લાગે છે.
સતત થાકી ગયો છું ને સતત હાંફી રહ્યો છું હું,
હવે તો ઓશિયાળું આયખું કંગાળ લાગે છે.
ઉધામા શ્વાસના ને ધમપછાડા ઉચ્છવાસોના,
કરી લોહી - ઉકાળા જીવવાનું આળ લાગે છે.
થયો છે રોગ કેવો કે ખબર લેતા ડરે છે સૌ,
મને તો સાવ ખોટી આળ-પંપાળ લાગે છે.
સહારો એટલો કે અઈસોલેશન થયો છું પણ!
ઝુરાપો હૂંફનો ને સ્પર્શનો દુષ્કાળ લાગે છે.
ફફડતું હુંય જાણે સાવ ભોળું કોઈ પારેવું ,
શિકારી જાળ જેવું જીવતર જંજાળ લાગે છે.
હવે માણસ મટીને હુંય કોરોના થઇ ગયો છું,
કહું છું કોઈને હું પોઝિટિવ તો ગાળ લાગે છે.
બનું હું વોરિયર મારો,ઈલાજ એ જ સાચો છે,
કદી હારી ન જાઉં એટલી સંભાળ લાગે છે.
નવું સપનું,નવો માણસ,નવી દુનિયા વસાવીશું,
બધું બદલાઈ જાશે, જિંદગી જ જુવાળ લાગે છે.
- ડો. ભીખુ વેગડા 'સાફલ્ય '
ધોળકા -૩૮૨૨૨૫
મો. ૯૬૮૭૬૮૨૪૮
Comments
Post a Comment