Corona Ghazal
They ask me the same question,again and again,
Before I answer, they wipe their eyes.
The rage of Corona crosses the skies,
It is the breath that bothers the mask.
Now the meaning of a farewell has totally changed.
How would the ambulance respond, what crematorium asks.
no space for a special exchange, everything is stunned.
Now when we ask about well-being,people tremble.
રમણ વાઘેલા
કોરોના ગઝલ
ફરીથી એકના એક જ સવાલ પૂછે છે,
જવાબ આપું તે પહેલાં એ આંખ લૂછે છે !
ભલે ને કોરોનાનો કહેર આભને આંબે,
બિચારા માસ્કને હંમેશ શ્વાસ ખૂંચે છે !
વિદાય આપવાનો અર્થ સાવ બદલાયો,
કહે શું એમ્બ્યુલન્સ,સ્મશાન શું ય પૂછે છે !
વિશેષ વાતની ક્યાં વાત? બધું સ્તબ્ધ છે,
હવે અંતર- ખબર પૂછવાથી લોક ધ્રૂજે છે !
Comments
Post a Comment