O Corona,
My room is very narrow,
Houses six,
In the dark or in the light
It cares for us.
Seventh, if you arrive,
You burn our hearts.
My coughing lungs weakened,
TB waiting outside,
Pneumonia moves around.
Who would come to help?
The machines still, labour lost,
Lockdown clamped, the roti ran away.
Riot of hunger and the poor savings spent.
The broken pan makes noise.
Compelled to vacate the rented room, the sky rains on our heads.
A fistful of grains, the state distributes.
When will we get work?
Tell, tell us
This begging pot
Can be stored overhead on a sling,for how long?
Corona, you rained dogs and cats,
Dangerous to life your stubbornness,
Of hose who were afraid of untouchability,
You frightened many.
Don't touch, remain untouchable,
Keep away from touch,
How you got acceptance of everything!
Wash your hands, rub your palms, use soap.
Cover your face, wear mask.
The apprehension spread.
Without feet, without caste or color,
You walk with power.
Your shadow is not seen
And yet everywhere you rein.
The net of illusions was spread,
The human beings were separated from other humans.
The hostage world pines.
A well ahead, valley behind.
The desperate effort longing for life,
The death does injustice and
What goes away, needs to be forgotten.
In the war of time,there is conflict.
I believe, there is no solution,
Your behaviour we can not decipher.
But Corona time,
Today you are everything.
You cut us all, vertically and horizontally.
You crush bodies,
You crush minds,
You crush money.
In the end,
You will have to accept
Victory of human beings.
દલપત ચૌહાણ
કોરોના
હે કોરોના,
ઓરડી મારી સાવ સાંકડી
છ જણાં ને પાળે
અંધારે કે અજવાળે
અમને એ સંભાળે.
તેમાં તું સાતમો આવે, ને!
સૌનાં હૈયાં બાળે.
ખાંસી ખખડયાં ફેફસાં મારાં
ટી.બી.ઉભો બહાર.
ન્યુમોનિયાના આંટાફેરા
કોણ કરે રે વહાર.
કળ બંધ, મજૂરી છૂટી
લોકડાઉન ફેલાયું
રોટલો પરાણે છટકી નાઠો.
ભૂખનું હુલ્લડ આવ્યું.
બચત બાપડી ગઈ વપરાઈ.
તૂટી તપેલી ખખડે.
ભાડા ખોલી ખાલી કરતાં આભલું માથે દદડે.
મુઠ્ઠી ધાન આ રાજ વહેંચતું
મહેનત ક્યારે મળશે?
કહે, કહે રે, ભીખની હાંડી ક્યાં લગ છીંકે ચડશે?
વરસ્યાં અનરાધાર કોરોના,
ઘાત તારી હઠધારી.
અસ્પૃશ્ય બીતાં કૈંક લોકને તેં દીધા બીવડાવી.
સ્પર્શ કરો નહીં, અસ્પૃશ્ય રહો,
કેવી વાત મનાવી.
હાથ ધૂઓ ને હથેળી મસળો, સાબુ લોને સાથે.
મોઢે મોસલા ઢાંકી રાખો
ફરી વળ્યા ફફડાટો.
ચરણ વિનાનો, વરણ વિનાનો
તું ડગ માંડે બલધારી.
પંછાયો ના દેખાયો ક્યાંયે
પણ બધે છે હાક તારી.
ભ્રમજાળ એવી ફેંકાઈ
માનવ માનવ વચ્ચે જુદાઈ.
બાનમાં બંધક વિશ્વ વલવલે,
આગળ કૂવો પાછળ ખાઈ.
હવાતિયાં જીવતરનો ઝંખે,
મોત કરે અંચી, અવળાઈ.
જે ગયું તે ભૂલી જવાનું,
સમય સમરમાં હાથાપાઈ.
માન્યું હવે હલ નથી તારો,
તારી રીતભાત ન પકડાઈ.
પણ કોરોનાસમય
આજે સઘળું તું છે.
આડાઅવળા વહેરતાં
સૌના તનને પીસે.
સૌના મનને પીસે.
સૌના ધનને પીસે.
આખરે તારે માનવી પડશે
માનવની સરસાઈ.

Comments
Post a Comment