Bus,trains, airplanes,
Factories, malls,bazars,
Vegetables markets, junk bazars, kadiya naka and red light areas
Everything was standstill
In this Corona time.
And there was an order from the above
Human beings should not walk,
talk
or move around.
On the 13th day, Keshaji who earned his bread at kadiya naka killed himself.
Kanaiyalal on the day before, set fire to the machines on which he worked.
Sex workers' children chewed condom packets considering them as paneer tikka.
Seeing these scenes,
God took pity
and like Gandhiji observed fast
and donated the saved grain
In the Brahmin Street,
Not in a dalit basti.
That's why I tell,
Even if God exists
He is certainly not ours.
Since several eras,
He is theirs,
Of the ruling class.
ઈશ્વરની આલોચના
જયેશ જીવીબહેન સોલંકી
બસો, ટ્રેનો,પ્લેનો
કારખાના, મૉલ ,બજારો
શાકમાર્કેટ,ને ગુર્જરી બજારો
કડીયા નાકા, સેક્સની શેરીઓ
થયાં હતાં બધા પગ વિહીન
આ કોરોના કાળમાં.
ને આવ્યો ઉપરથી આદેશ
ચાલે નહીં, બોલે નહીં, હલનચલન ન
કરે માણસજાત.
કડીયાનાકે રોજી રળતા કેશાજીએ કર્યો આપઘાત તેરમા દાડે .
કારખાનામાં કામ કરતા કન્હૈયાલાલે
આગ ચાપીતી મશીનને આગલે દાડે .
પનીરતીક્કાભાત સમજતા
કોન્ડોમ ચાવી મરતા હતા
આખા દેશની સેક્સ વર્કરના છોકરા !!
આ દ્રશ્ય જોઈ
આવી ઈશ્વરને દયા
એણે કર્યા ગાધીજી જેમ ઉપવાસ
ને બચેલા ધાનને કર્યું દાન
પણ
ભૂદેવોની સોસાયટીઓમાં
દલિતોની ઝુંપડપટ્ટીમાં નહીં
એટલે જ હું કહું છું
કદાચ જો ઈશ્વર હોય તો પણ એ
આપણો તો નથી જ!!
એ યુગો યુગોથી એમનો છે
એ લોકોનો
શાસક વર્ગ નો!!
Comments
Post a Comment