Skip to main content

Every Atom Craves : Sahil Parmar

Since centuries
We are quarantined
At the end of the village
In woods and wilderness, 
chawls and slums.
But  we were worried in the least.
We lived with courage.
But this corona
Has stolen our strength
Pushed us to the brink.
Workers we are,
As they are.
But we, the desi,
They from foreign lands.
We can work
Attending  the machine
Standing and sweating
For eight, ten, twelve hours.
They too serve foreign nations.
They earned your high honour
Hence you sent special planes
To bring them back
Just prior to lockdown.
Only you kept dark secret 
discrimination
As regards us.
We too have families, wives,
Young children and old parents.
You forgot this conveniently.
If we gather together 
Your police would break our bones.
The residents of your flats and bungalows
Would laugh at us,
On our follies.
Our disaster is 
not so much because of corona
But because of your
Secret discrimination,
O goverment, great.
Hunger, we have survived.
Now it does not matter
we get roti.
Today,
We remember
Our village, village pond, 
Threshold of our house,
Wife as devoted as Sita,
Young children and coughing parents.
Mind has grown so impatient
That as soon as there is unlock.
I run away 
Straight away to my  home.
My every atom
Craves for my home.
O Modi sir, o kindest one,
Tell me
When will  you unlock.
So that I reach my home,
The end of this earth,
And may be 
it's the end,
End of the earth,
End of the life.
Even if you don't consider my poems
as diaspora poems,
It does not matter.
O kind Modi sir,
We beat the thalis,
We clapped hands.
Now quick, chutki bajao,
So that swiftly,
I reach my home.

સાહિલ પરમાર

રૂંવે રૂંવું તલસે છે

સદીઓથી 
કર્યા કવોરંટીન આમNએ
ગામ છેડે
વનવગડે, ચાલીઓમાં અને ઝૂંપડપટ્ટીઓમાં.
પણ અમારાં રૂંવાડા ય ફરકયાં નથી
જીવ્યા છીએ ખુમારીથી.
બોટીઓ ચૂંટી લીધી
ને ઘોઘળે લાવી દીધો હાહ.
મજૂર તો આમેય 
ને એય
પણ અમે દેશી મજૂર
અને પેલા પરદેશી મજૂર
અમે ઉભા રહીએ સાંચે
આઠ આઠ, બાર બાર કલાક
એમ એય સેવા કરે પરદેશની
આઠ આઠ, દસ દસ, બાર બાર કલાક.
પણ એમનાં તો મોટેરાં માન
તે ખાસ મોકલ્યાં વિમાન
અને તાળું વાખતાં પહેલાં
કર્યા એમને ઘરભેગા
માત્ર અમારાથી જ રાખ્યો આંતરો.
રાખીને અમને અંધારામાં
અમારેય ઘર છે, ઘરવાળી છે
છૈયાંછોકરાં છે ઘઈડાં માબાપ છે.
એ વાત જ તમે વીસારી દીધી.
અમે ઘરે જવા ભેગા થઈએ તો
તમારી પોલીસ દંડા મારે
ફ્લેટો ને બંગલાવાળા
અમારી મૂર્ખામી પર  હાહાહીહી કરે
અમારી આ વિપદા 
કોરોનાનો કારણે નથી.
સરકાર માબાપ
તમારા વેરાઆંતરાને કારણે છે.
ભૂખ તો ક્યાં નથી વેઠી અમે?
પણ રોટલો મળે ના મળે 
એની ચિંતા નથી
Aaje.
આજે તો યાદ આવે છે 
ગામ, ગામનું તળાવ.
ઘરનો ઉંબરો, મારી સીતા સમી વહુ.
નેનકો ને નેનકી.
ખાંસી ખાતાં માવતર.
કદાચ થઈ રહ્યું છે ઉતાવળું
એવું કે તાળું ખૂલે ને ભાગી છૂટું
તે સીધેસીધો ઘેર.
રૂંવે રૂંવું તલસી રહ્યું છે ઘર માટે.
મોદીસાહેબ, કહોને ક્યારે ખોલો છો આ તાળું?
તો મને મળે ધરતીનો છેડો
ને આવે નિવેડો. 
ભલે જીવતરનો, ધરતીના છેડે.
ભલે તમે મારી કવિતાને ના ગણો
ડાયાસ્પોરાની કવિતા, પોહાશે આજે તો.
પણ, ભલા મોદીસાહેબ,
થાળીઓ વગાડી,
તાળીઓ વગાડી,
હવે પટ ચપટી વગાડો
ને મને ઝટ ઘરભેગો તો કરો.

Comments

Popular posts from this blog

Two Poems: Vajesinh Pargi

1. There was No fistful grains. On hearth  Mother had Pebbles in the pot Boiling in the pot. The children  grasped this And slept Forgetting hunger. 2. Bundle on the head, Child on arm, Hunger in belly, Parched throat, Tears in eyes And helpless hands. With this much load We  We were rushing  towards our native house. The end of earth Is very far And the feet are bleeding. We had come  to earn our bread But we got The pain  Of entire world. વજેસિંહ પારગી બે કવિતા 1. ઘરમાં નહોતું  મૂઠી ધાન તો મા ઉકાળતી રહી હાંડલીમાં પથરા કલાકોના કલાકો. ચૂલા પર હાંડલી જોઈને સમજી ગયાં છોકરાં ને સૂઈ ગયાં ભૂલીને ભૂખ. 2. માથે પોટલાં ને કાખમાં છોકરાં પેટમાં ભૂખ ને ગળામાં શોષ આંખમાં આંસુ ને લાચાર હાથ. આતાટલો બોજ ઊંચકીને ભાગ્યાં છીએ અમે ઘર ભણી. બહુ દૂર છે ધરતીનો છેડો ને પગમાંથી વહે છે લોહીની ધાર. અમે તો આવ્યાં હતાં  રળવા રોટલો પણ દઈ દીધી અમને દુનિયા આખીની પીડા.

Have Patience: Girish Radhukiya

Those days will return, have patience, The roads will be crowded, have patience. The mountains of pain hang on our heads, Tomorrow for sure, will melt , have patience Why do you worry that you are locked in house? In the house, you'll find heaven,  have patience. Tomorrow again morning of happiness will dawn, The sun of sorrows will set,  have patience. The faces that you love will arrive  to see you, have patience. ગિરીશ પરમાર ધીરજ ધરજો એ દિવસો પણ પાછા વળશે, ધીરજ ધરજો.  પાછા રસ્તાઓ ખળભળશે, ધીરજ ધરજો.  પીડાઓના પ્હાડો છો ને માથે આજે,  કાલે નક્કી એ ઓગળશે, ધીરજ ધરજો.  આજે ઘરમાં પૂરાયાની ચિંતા કેવી?  ઘરમાં પણ સ્વર્ગ નીકળશે, ધીરજ ધરજો.  કાલે પાછી ઉગવાની સુખની ઉષા હોં,  દુઃખનો સૂરજ સાચ્ચે ઢળશે, ધીરજ ધરજો.  મનગમતા ચ્હેરાઓ તમને પ્હેલા માફક,  પ્હેલા માફક આવી મળશે, ધીરજ ધરજો.  @ ગિરીશ રઢુકીયા

Corona: Ishwar Chauhan

  Corona He rang the bell, The other blew the conch shell. His tambourine rang, The other's bell tinkled. Here a drum beat, There sound of tin pot and a bucket. D for drum somewhere and S for sweat somewhere. Earthen lamp in the niche and Laxmi crackers somewhere. Candle made of wax, Incense sticks. Some had much vigour, Others' shouts were loud. Without understanding some danced, Mistakenly some sang. Many spoons and plates, All snaps of fingers and clapping hands. One got honoured, The other asked for honour. Some won, some lost, that's history, And that is the end of the story. ઈશ્વર ચૌહાણ કોરોના એણે વગાડ્યો'તો ઘંટ. તેણે ફૂંક્યો'તો શંખ. એની ખંજરી ખનનન. તેની ઘંટડી ટનનન. અહીં વાગ્યા'તા ઢોલ. તહીં ડબલાં ને ડોલ. ક્યાંક નગારાનો ન. ક્યાંક તગારાનો ત. ગોખે દીવા. લક્ષ્મી ટેટા. બત્તીઓ મીણની. બત્તીઓ અગરની. અમુકનો કાફી હતો જોશ. તમુકનો ભારે જયઘોષ. નાસમજમાં નાચ. ગફલતમાં ગાન. ઘણાં ચમચી-થાળી. બધાં ચપટી-તાળી. દીધાં એકે સન્માન. લીધાં બીજે બહુમાન. ઊગી આકડે ઊરી. ને થઈ વાતેય પૂર...