The faces of hunger and fatigue, I cannot see.
The old in pain and the crying young, I cannot see.
The bread has disappeared , o hunger,
The terrible days of the workers, I cannot see.
Losing livelihood they remember the native places,
Restless, beyond limits I cannot see.
Those who died unnatural deaths,freed themselves from the hell.
The living who are squeezed by the death ,I can not see.
Waking in time is not the sign of the governments
The caravan of the neglected workers, I cannot see.
જોયા નથી જાતા
આત્મારામ ડોડિયા
ચહેરા ભૂખના ને થાકના જોયા નથી જાતા
કણસતા વૃધ્ધ, રોતા બાળ આ જોયા નથી જાતા
અચાનક ભૂખ માટે રોટલી અદૃશ્ય થઇ છે જ્યાં
શ્રમિકોના દિવસ આ કારમા જોયા નથી જાતા
વતનની યાદ આવી રોજગારી છીનવાયાથી
બન્યા જે તે હવે બેબાકળા જોયા નથી જાતા
કમોતે જે મર્યા એ તો ગયા આ નરકથી છુટી
મરણની ભીંસમાં આ જીવતા જોયા નથી જાતા
સમયસર જાગવું સરકારનુ લક્ષણ નથી હોતું
શ્રમિકોના ઉપેક્ષિત કાફલા જોયા નથી જાતા.
કલા: શામત રાજવંશી
Comments
Post a Comment