Skip to main content

Mother's Lap: Vajesinh Pargi

 

 

The virus has spread.
To save life,
People hide in their houses.
Work stopped,businesses stopped.
The shops locked.
Where to go to get money?
And from where to buy grains?
There is no one, of ours in the city.
Whom should we ask for shelter?
We have built the bungalows
But where are our bungalows?
Run Run Run
Run for your life.
No motors, no trains.
Then flee on feet.
The poor village
and the abandoned outskirts
are our last shelters.
Broken, but it's mother's lap.
If not whole, half,
If not half, a quarter
Roti you'll get.
O.K. We will be half hungry.
But we'll save
Ourselves from the virus.
Our ancestors survived the famine.
The plague and cholera.
We too, will survive
The Corona virus,
Dying of hunger.

આઈનો ખોળો
પંચમહાલી ભીલી
વજેસિંહ પારગી

વાયરો સાલ્યો
જીવ બચાવવા
લોક સંતાયું ઘરમાં.
કામ બંદ ધંધા બંદ.
દુકાનોને વાગ્યાં તાળાં.
ક્યાંથી લાવવા રૂપિયા
ને કયાંથી લાવવો દાણોદૂણી?
શે'રમાં કોઈ નીં આપડું.
લેવો કુની કને આસરો?
આપણે જ બાંધ્યા
પણ આપડા કયાં બંગલા?
નાહો નાહો નાહો
જીવ લઈને નાહો.
મોટરો ગાડીઓ બંદ સે
તો સાલતા સાલતા નાહો.
કંગાળ ગામ
ને ઉજડેલ સીમ
આપડો આખરનો આશરો.
ફાટ્યોતૂટ્યો તોય એ તો
આઈનો ખોળો.
આખો નીં  તો ફાડ.
ફાડ નીં તો સોતિયું.
રોટલો તો મળહે.
ભલે અડધા ભૂખે મરહું.
પણ આ વાયરાથી બસહું.
બાપદાદાએ કાઢ્યો
છપ્પનિયો કાળ
ને ટકી ગયા
મરકી અને કોગળીયામાં.
આપડે પણ ટકવાનું સે
કોરોનાના વાયરા સામું
ભૂખે મરતાં મરતાં.

Comments

Popular posts from this blog

Where?:Kisan Sosa

The mind is awake, where the eyes would go? Breaking the wall that protects,where would they run? Stuck to the nail of a question mark ,it struggles, The body, where would it go, leaving the body? Every city,village, the directions are closed,  Where would the moment, the time go         knocking the dreams,the thoughts? The mass, that suffers discrimination and indifference,faces the void, staring at the void, where would they go? This discouraged caravan of hunger,thirst and fatigue, The small feet walking on the long road,where would they go? At every step, eyes of compassion and love overflow, Will  get this life, begging, where would they go? કયાં? કિસન સોસા જાગી રહ્યું છે મન, નયન જાગીને જાય ક્યાં? રક્ષિત ભીંત ભાંગીને , ભાગીને જાય કયાં? પ્રશ્નાર્થના જ આંકડે એ છટપટી રહ્યું કે ખોળિયું ય ખોળિયું ત્યાગીને  જાય ક્યાં? હરેક શહેર ગામ દિશા બંધ ક્ષણ સમય ખ્વાબે ખયાલે દસ્તકો દાગીને જાય કયાં? વેઠી રહ્યાં સમૂહે વિષમતા વિડંબના સામે છે શૂન્ય, શૂ...

The Anxious World and Mysterious Corona

The human race and the world Is without any solution In the face of Corona Pandemic. There are walls Between the houses.,invisible. Or in other words miles and miles of distance divides people Here and there, everywhere The universal question is discussed:  What has not been restricted by Corona? Travel by train, air, sea,even on feet, Meetings functions, condolence gatherings, Conferences,picnics, tours and trips, long drives and swimming, Exchanging pleasantries with neighbours,friends, relatives, Taking care of the ill, Hotel, motel,buffet, parties Malls, multiplexes,clubs, Schools, colleges, universities, Dialogues, discussions, symposiums, Post, speed post, courier. Only one thing remsins Unrestricted: Death death and death! And yet in the end One feels, the world is untouchabe, untouchable  and untouchable.! રમણ વાઘેલા. વ્યાકુળ વિશ્વ અને અકળ કોરોના સમગ્ર માનવજાત સહિત આખુંયે વિશ્વ આજે નીરૂપાય  કોરોના વાયરસની વૈશ્વિક મહામારી સમક્ષ ! પ્રત્યેક ઘર વચ્ચે ઊભી થ...

The Blame: Atmaram Dodiya

On feet, Hungry and thirsty, It's impossible to reach The native place. such thoughts. Moreover, It was difficult  to wait Till hunger and thirst  Killed. In this lockdown On the tree branch Some workers  hanged themselves Freeing themselves  from the burden of life. Please do not blame it  On the pandemic. Pandemic had taken away Their livelihood, Not their lives. વાંક આત્મારામ ડોડિયા પગપાળા ભુખ્યા તરસ્યા નહીં પહોચાય વતન સુધી તેમ માનીને.... તે ઉપરાંત ભૂખ અને તરસ  મારી નાખે ત્યાં સુંધી મોતની રાહ જોવાનુ અઘરૂ હતું. ઝાડની ડાળીએ ફાંસલો બનાવીને લટકી ગયા છુટી ગયા ભારરૂપ બનેલા જીવનથી  કેટલાય શ્રમિકો આ તાળાબંધીમાં. મહામારીનો વાંક કાઢશો નહી સાહેબ મહામારીએ તો  રોજગારી છીનવી હતી જિંદગી નહીં.