Plate
That too is with a large hole
In the middle.
This is because of its coming in contact with
Wheat
that we got from government ration shop.
Now we neither can eat in it
Nor we can play it
For winning the battle against corona.
Our children move around
Threading their necks
Through the Thali as if
They have won
A national medal
Before dying as a result of
An experimental vaccine trial
by a Gujarati doctor.
અપૂર્વ અમીન
રાષ્ટ્રીય મેડલ
અમારી જોડે છે એક જ થાળી
અને એમાં એક મોટું કાણું
કાણું રાહત ના ઘઉં જોડે
થયેલા ઘસારાને કારણે છે
હવે ના તો અમે
એમાં કઈ ખઈ શકીએ છીએ
ના એને ખખડાવી
કોરોના સામેના
જંગનો બંડ પોકારી શકીએ છીએ
અમારા બચ્ચાઓ
આ થાળીઓ ગળામાં ભરાવી
એ રીતે ફરી રહ્યા છે
કે જાણે ગુજરાત ના કોઈ ડોકટરે
કોરોના વેક્સિન નો પહેલો પ્રયોગ
એમની પર કર્યો હોય
અને મારતા પેહલા
એમને રાષ્ટ્રીય મેડલ મળ્યો હોય
Comments
Post a Comment