Science will defeat
Corona
We are confident.
But we need to thank corona, too.
The doors of temple mosque church
Shut
And
The cacophony
Of aarti, azan, and bell
Stopped.
Khilafat, Ramrajya
Shouts not heard.
It stopped
The tyrrany of
Preachings by
Sadhus, saints, clerics and bishops.
It halted wars,
The howls of nuclear arms
Ceased and
The dreams of being world power
Disappeared.
It taught us to live
Without God.
It taught us
To depend on science.
Thank you, Corona.
કોરોનાનો આભાર
પ્રવીણ ગઢવી
કોરોનાનો પરાજય
કરશે અવશ્ય વિજ્ઞાન.
વિશ્વાસ અમને.
કિન્તુ
કોરોનાનોય માનવો પડે આભાર
મંદિર મસ્જિદ ચર્ચ દ્વાર
અટકયાં
આરતી બાંગ ઘંટારવના ઘોંઘાટ
એણે કરવી બંધ
ખિલાફત રામરાજ્યની બુમરાણ.
એણે અટકાવી દીધો
સાધુસંતો મૌલવી પાદરીઓનાં
ભાષણોનો ત્રાસ!
એણે અટકાવી દીધાં યુદ્ધ.
ઘૂરકિયાં કરતાં અણુશસ્ત્રો થયાં
મિસાઈલોના સૂસવાટા થયા શાન્ત.
ઉડાડી દીધાં મહાસત્તા થવાનાં સ્વપ્ન.
એણે શીખવાડ્યું જીવવું
ભગવાન વગર!
એણે શીખવાડ્યું
લેવા વિજ્ઞાનનો આધાર.
કોરોનાનો આભાર!
Comments
Post a Comment