Somewhere
Confused
Her foot fell
In a pit.
She fell down, dizzy.
Before eyes
A withered body.
Chest, barely saw
Chest.
From somewhere he brought
A blade of grass.
He moved the grass near her nose,
Put the grass on chest,
Took few tears on tips of his fingers
Sprinkled on the chest.
The grass sticks,
It rises slowly, slowly.
She , too stood up
Forgetting the stumble,
Began to walk ahead
Thanking the pit.
પાડ
ઉમેશ સોલંકી
અડધે ક્યાંક પહોંચી, અટવાઈ
ખાડામાં પડ્યો પગ, પડી લથ્થડિયાં ખાઈ
આંખ સામે ચિમળાયેલું શરીર
છાતી પર ભળાઈ માંડ છાતીની રીત
કાઢ્યું ક્યાંકથી ઘાસ
ફેરવ્યું નાકની પાસ
મૂક્યું છાતી પર હળવે હાથ
ટેરવાં પર લીધાં આંસુ થોડાં
છાતી પર છાંટ્યાં આછાં-આછાં
ઘાસ હતું તે ચોંટી ગયું
હળવે-હળવે ઊભું થયું.
ઊભી થઈ
લથ્થડિયાંને ભૂલી ગઈ
અડધેથી આગળ ચાલવા લાગી
ખાડાનો પાડ માનવા લાગી.
Comments
Post a Comment