The Ants
There is an open, wide ground,
They live in a collective in a hole.
They come out, every dawn and dusk,
No rules, no restrictions and yet everything cool.
They earn together, they sweat together,
Content with the little, they share, they eat together.
They earn their daily wages, breaking their bodies,
They offer food to the young and old, only thereafter they eat.
No high hopes, not they expect much.
Self reliant they work, thus they live.
Corona cyclone blew, and the things changed for worst.
Like the ants swarming from antholes in month of chaitra, they crowd on the road.
Bundles and children on shoulders,and old mothers they carry,
Empty bellies, empty pockets,and empty minds, they walk.
To earn merit, the humanists offer food to the ants,
Flour,sugar and oil they mix, and move from place to place to offer.
The hypocrites, the cheats,eat the things meant for the ants.
They crush the ants, cursing the ants.
Why they move in such terrible sun, why they crowd?
May they come out, but why this waling on the road?
They don't have courage to tolerate hunger, they don't care for for the nation,
The blockheads, why they spread the virus?
Such philosophy, the patriots Twitter,
Ants, they consider the workers,
કુસુમ ડાભી
કીડીઓ
ખુલ્લા મેદાનમાં કાંઈ કેટલાય દર,
દરની માંહયે રહે ટોળામાં સહુ.
હારબંધ નીકળે સવાર ને સાંજ,
ન કોઈ રોકટોક, ન કોઈ નિયમ તોય સાવ શાંત.
સહિયારું મેળવે, સહિયારું ખેંચે ને,
થોડામાંય ઝાઝું સમજી, વહેંચીને ખાય.
રોજનું લાવે ને રોજનું ખાય, તૂટીને તેર પણ થાય,
તોય પોતાનાં બચ્ચાંને બુઢઢાંને ખવડાવી ને ખાય.
ન કોઈ ઝાઝી આશા, ન કોઈ અપેક્ષા થાય,
જાત મહેનત જિંદાબાદ એમ જીવ્યે જાય.
વાયો કોરોનાનો વાયરો ને હાલ બેહાલ થાય,
કીડિયારું ઉભરે ચૈત્ર માસે, એમ સડકે ઉભરાય જાય.
પોટલાં પોયરાનો ભાર સંગે માડીને ઉપાડી ચાલતા થાય,
ખાલી પેટ, ખાલી ખિસ્સા, ને ખાલી દિમાગે ચાલ્યા જાય.
પુણ્ય કમાવા, માનવતાવાદીઓ ક્યાંક કીડિયારું પૂરવા જાય,
લોટ, ખાંડ, તેલ મિક્સ કરીને દરે દરે વેરતા જાય.
લેભાગુ પાખંડીઓ, કીડિયારું માહે થી, મોંઢામાં ફાંકતા જાય,
મોઢું સાફ કરીને, કીડીઓ પર પગ મૂકતા, કડવા વેણ બોલતા જાય.
આવા તે તડકે શાને નીકળે બહાર, ટોળે ને ટોળે રખડતા કેમ જાય?
નીકળે ભલે બહાર તોય, શાને સડકો પર ચાલતા જાય?
ભૂખ વેઠવાની તેવડ નથી, દેશ હિત ની સમજણ નથી,
આ અક્કલના ઓથમીરો, કોરોના ફેલાવતા કેમ જાય?
બસ આવી ફિલોસોફી ની વાતો ટ્વીટર પર ઝીંકયે જાય,
આ દંભી દેશભક્તો મજૂરોને કીડીઓ સમજતા હાય.
Comments
Post a Comment