Followed by thirty three days
And thereafter for seventy five days
No hearth in our hutmets was lit.
Our minds were aflame
In the empty pans
In the corona time
As a dead body of a relative
who died of the TB
Burns.
For thirteen days
We ate in a temple.
For fifteen days
We ate in a mosque.
An organization, gave us food at night
For ten, twelve days
Took in total
photos
One thousand and twenty.
We were tired.
As the lockdown wad released
We set out
From Ahmadabad to Allahabad.
We gave away all the household things
That we got
With the hard earned money,
To our landlord
Gratis
As he had donated blood
To my dying daughter
On a day when it was raining.
My family and I
Wanted to return
To Allahabad,
Instead
We reached a chat on the Ganges.
ગંગાઘાટ
જયેશ જીવીબહેન સોલંકી
સૌથી પહેલાં તેર દિવસ
પછી પાછા તેત્રીસ દિવસ
અને એના પછી પંચોતેર દિવસ
ના સળગ્યા અમારી ઝુંપડપટ્ટીના
મોટાભાગના ઘરના ચુલા.
ભડ ભબળતી હોય
ટીબી થયેલા કોઈ સ્વજનની લાશ
એમ બળતા રહ્યા અમારાં મન કોરોનાકાળમા
ચુલા પર મૂકેલી ખાલી તપેલીઓમાં!
તેર દિવસ મંદિરમાં ખાધું
પંદર દિવસ મસ્જિદમાં
સંસ્થાવાળા આપી ગયા વાળું
દસબાર દિન
પણ ફોટા પાડ્યા
એક હજારને વીસ!
અમે કંટાળ્યા હતા
જેવું લોકડાઉન ખુલ્યું
અમે ચાલી નીકળ્યાં
અમદાવાદથી અલ્હાબાદ
પરસેવો વહાવી
વસાવેલો તમામ સામાન
અમે અમારા ઘર માલિકને આપી દીઘો
આમ જ મફતમાં.
એક દિવસ ઘરમાલિક
મારી મરતી દિકરીને વરસતા વરસાદમાં
આપવા આવેલો લોહી એટલા માટે.
મારે ને મારા પરિવારે
જવું હતું અલ્હાબાદ,
પણ અમે પહોચી ગયા છીએ
ગંગાઘાટ!!
Comments
Post a Comment