On the back sits old India
The young india drives ahead.
The two tyres, ashoka chakra,
The road slopes, up and down.
The road is straight, speed ride o!
In the early morning, in the scorching sun
The bicycle moves,
Travels miles,
Gets tired.
Takes some water, gives some water.
Takes a crumb of bread, offers some.
The bicycle moves,
The road shortens.
The young india, the old india.
Hungry, thirsty,
half of india.
Away from this india
One india,
Shameful india.
Eating to the brim
And laughing loud.
India india, india india
was backward earlier,
went even farther back.
ઉમેશ સોલંકી
લૉકડાઉન-ભારત
પાછળ બેઠું ઘરડું ભારત
કુમળું ભારત હાંકે આગળ
ચક્ર અશોકનાં બબ્બે ટાયર
રોડના ઢાળ ચડ-ઊતર
પંથ સીધા સરર સર
વહેલી સવારે, તપતા તાપે
સાયકલ ચાલે
માઇલો કાપે
થાકે
ઘૂંટો પાણી પીવે-પિવડાવે
બટકું રોટલો ખાય-ખવડાવે
સાયકલ ચાલે
રસ્તો ખુટાડે
કુમળું ભારત ઘરડું ભારત
ભૂખ્યું-તરસ્યું અડધું ભારત
ભારતથી દૂર એક નકટું ભારત
ખાતુંપીતું ખી..ખી.. કરતું ભારત
ભારત ભારત, ભારત ભારત
પાછળ હતું ગયું પાછળ.
Comments
Post a Comment