Skip to main content

The Tongue: Dr.Swapnil Keshavlal Mehta

If caste can be determined prior to birth
Your God would not have given us tongue.
And when do we use it?
It lies there among teeth .
When we leave then
We will go with the tongue
The same, tongue
As our ancestors.
You beheaded in Dwapar,
Dis our tongue speak?
In Treta, a thumb was cut.
Did we utter a word?
Tinge is our organ
An inactive organ 
A paralyzed part in the oral cavity.
Some time it might have been used
To request
To urge
To apologize
To urge
To sing your praise
To pray 
But our tongue has not learnt to react.
May be one two might have spoken
Perhaps they may also grow silent 
In four days.
One memorandum,
One rebellious post.
One poem.
Some impotent rage.
Few years
And some consolations.
Only this much we can do.
The order of voice box
Does not reach to tongue
Then why did you cut the tongue?
Why did you do that arduous
But futile labour?
Will you please tell me
Why the
O caste Hindu friends ,
Who do not write their caste,
How it's being there
was a bother?
Brother, If you had not cut it,
It would hardly matter  much.
Why did you cut it?
How was it a bother?

ડૉ. સ્વપ્નિલ કેશવલાલ મહેતા
જીભ

જો જન્મ પહેલા જાતિ નકકી થતી હોત તો...
તમારા ઈશ્વરે અમને જીભ જ ના આપી હોત...
અને અમે પણ કયાં વાપરીએ છીએ.
પડી રહે છે દાંતો વચ્ચે ચુપચાપ. .. 
 અમે જઈશુ ત્યારે... 
એવીને એવી અકબંધ જીભ પાછી લઇને જઈશું.... 
અમારા પૂર્વેજોની જેમ જ. 
દ્રાપરમા મસ્તક કાપ્યુ.. ઉપડી જીભ?
તેત્રામા અંગુંઠો કાપ્યો.. ઓચર્યો એક હરફ?
જીભ અમારુ અવશિષ્ટ અંગ છે..
એક નિષ્ક્રિય થઈ ગયેલુ અવયવ
મ્હોમાં આવેલો લકવાગ્રસ્ત ભાગ..
કદાચ કરગરવા..
કાકલૂદી કરવા..
માફી માંગવા
વિનંતિ કરવા
તમારાં ગુણગાન ગાવા..
તમને  પ્રાર્થનાઓ કરવા...
કદાચ જીભનો ઉપયોગ કરી પણ લીધો હશે
પણ...
અમારી જીભ કયારેય પ્રતિક્રિયા નથી શીખી..
એકાદ બે જીભ બોલી  હશે
કદાચ....
એ પણ શાંત થઈ જશે ચાર દિવસમાં.
એક આવેદનપત્ર
એક વિદ્રોહી પોસ્ટ
એક કવિતા
થોડું નપુંસક ઝનૂન
થોડાંક આંસુ
થોડાંક આશ્વાસન..
આટલું અમે કરી શકીએ..
સ્વરપેટીની આજ્ઞા જીભ સુધી પહોંચતી જ નથી..
તો પછી શું કામ જીભ કાપી..
ખોટી નકકામી આકરી મહેનત શું કામ કરી?
મને કહેશો મારા અટક વગરના, સવર્ણ મિત્રો?
જીભ શું કામ કાપી?
એ તમને કયાં નડતી હતી...
તમને કયાં નડે છે?
જીભ ના કાપી હોત તો ,ચાલત ભાઈ...
જીભ શું કામ કાપી?
એ તમને કયાં નડે છે?

Comments

Popular posts from this blog

Two Poems: Vajesinh Pargi

1. There was No fistful grains. On hearth  Mother had Pebbles in the pot Boiling in the pot. The children  grasped this And slept Forgetting hunger. 2. Bundle on the head, Child on arm, Hunger in belly, Parched throat, Tears in eyes And helpless hands. With this much load We  We were rushing  towards our native house. The end of earth Is very far And the feet are bleeding. We had come  to earn our bread But we got The pain  Of entire world. વજેસિંહ પારગી બે કવિતા 1. ઘરમાં નહોતું  મૂઠી ધાન તો મા ઉકાળતી રહી હાંડલીમાં પથરા કલાકોના કલાકો. ચૂલા પર હાંડલી જોઈને સમજી ગયાં છોકરાં ને સૂઈ ગયાં ભૂલીને ભૂખ. 2. માથે પોટલાં ને કાખમાં છોકરાં પેટમાં ભૂખ ને ગળામાં શોષ આંખમાં આંસુ ને લાચાર હાથ. આતાટલો બોજ ઊંચકીને ભાગ્યાં છીએ અમે ઘર ભણી. બહુ દૂર છે ધરતીનો છેડો ને પગમાંથી વહે છે લોહીની ધાર. અમે તો આવ્યાં હતાં  રળવા રોટલો પણ દઈ દીધી અમને દુનિયા આખીની પીડા.