Without any salary
Millions of workers
set out on their feet
to their native homes.
Some of them before
Their death were not chanting
Name of Rama ,
They were blabbering
Bread, clothes ,house.
If you lick honey,
It barely tastes sweet.
The respect only that much.
All the cities of the world has exiled them,
As Hidus exiled Muslims to Pakistan and
Drove away Hindus to Hindustan.
Corona crosses all barriers.
It spreads like
The birds
The wind
The rivers and the seas
It breaks all the borders of the nations
And spreads like the sky.
Now there is a single solution.
Human beings too
Like
The wind
The Birds
And the rivers
Cross the borders
And learn to love
Human beings.
કોરોનાનું પ્રેમસંક્રમણ
જયેશ જીવીબહેન સોલંકી
કોરાના કાળમાં
વગર પગારે
ઘર ગામ ભણી ચાલી નિકળેલા
લાખો મજુરો માથી કેટલાક મજુર
હે રામ ! હે રામ ! હે રામ નહીં
મરતાં પહેલાં બબડતાં હતાં
રોટી, કપડાં ,મકાન .
મધ ચાટવાથી
મ્હોં મીઠું થાય એટલું જ માન સમ્માન!!
છતાં
પણ દુનિયાના દરેક શહેરે હવે
કાઢી મુક્યાં એમને એ રીતે
જેમ હિન્દુઓએ કાઢી મુકેલાં
મુસલમાન ભારતીયો ને
પાકિસ્તાન.
જેમ
પાકિસ્તાનીઓએ કાઢી મુકેલાં
હિન્દુઓને હિન્દુસ્તાન.
કોરોના ને નથી નડતી સરહદો
એ તો પંખીઓની જેમ
પવન જેમ
નદીઓ , સાગરની જેમ
રાષ્ટ્રીય સરહદો તોડી ને
ફેલાય છે આકાશ ની જેમ!!
હવે એકજ રસ્તો છે
મનુષ્ય પણ
પવનની જેમ
પંખીઓની જેમ
અને નદીઓની જેમ
સરહદો ઓળંગી મનુષ્યને
પ્રેમ કરતાં શીખે!!!
Comments
Post a Comment