From the confusion
I can not conclude.
Lakha Vanzara would come
With bullockpacks leaden with
Grains,goods, various kinds of merchandise,
But this vanzar~
It marches on and on
Does not stop.
Because it is not a vanzar of
Lakha Vanzara.
It is a vanzar of migrant workers.
They spent one and a half month.
What would they do, poor ,
They had no money,
Their Seth too gave up
And the government of suit and boot
Did not care.
Supreme court took fifteen days
To give directive to the government.
Everything around is still.
Whole country is standstill.
Only the vanzar moves on and on.
What to call it?
Vanzar, caravan or exodus?
In bible, there is a gatha,
A prophet of the Jews
Hasrat Musa or Moses
Lead an Exodus.
Whatever you call it
There is a mother of ten days old,
And their are lioness like women with swollen bellies with babes.
And there are women who have just given birth to a baby on roadside
And soon started to walk.
They are wherever and whenever they got.
Plain rice. Or a packet of biscuits,
If they got.
This callus and heartless country is still.
Only moves on and on
this great migration.
Someone has a bundle on head
Someone has a bag.
Someone has a child on a shoulder.
Some couples carry the children and
Carry the bag holding each of the handle sharing the burden.
One newspaper praises their resilience
Their inbuilt capacity to bounce back.
And why not.
The news story said a couple had walked down two thousand and five hundred kilometers.
The newspaper told that a nine year old girl slipped into eternal sleep only fifteen kilometer away from her destination, her village.
The newspapers was also telling that sixteen people sleeping on the railway tract were cut to pieces by a goods train.
A city dweller was asking,
Did they not know, they should not sleep on a railway tract.
Would they know, basterd,
Wouldn't they become managers like you?
They poor ones were sleeping
Like the whole country
Trusting God.
How would they know
The killer or keeper Rama country like goods train would come and crush them all?
This exodus is not lead by any
Hazrat Musa or Moses.
Without any leader it marches on.
I, en ex child labourer,
Who left labour at 18
When got a job.
But walking on foot
Is very boring to me.
Only you can carry so much loaf,
Only you can tolerate so much indifference and injustice.
An ex labourer,
To the time tortured brethren
In name of Mahatma Ambedkar
And Maharshi Marx
I salute you with all my heart
Call it a vanzar,
Call it a caravan
Call it exodus
An ex labourer
In name of great soul Ambedkar
In the name of great sage Marx
Salutes with all his heart
his time tortuered brethern,
A colorless salute
As the sweat that drips
Like streaks
Has no colour.
Vanzar, a group of merchants moving from one place to another to sell their merchandise, with a leader and the merchandise is leaden on bullocks or camels.
સાહિલ પરમાર
વણઝાર,कारवां કે EXODUS ?
અમૂંઝણમાંથી
બહાર આવી શકાય તેમ જ નથી.
લાખો વણઝારો આવતો,
પોઠો ભરીને અનાજ,માલસામાન,અટાલા જાતભાતના લાવતો;
પણ આ વણઝાર ,?
આ વણઝાર તો ચાલી જ જાય છે,ચાલી જ જાય છે.....
અટકવાનું નામ જ નથી લેતી
કેમ કે આ લાખા વણઝારાની વણઝાર નથી,
આ તો છે માઇગ્રન્ટ મજૂરોની વણઝાર.
દોઢ મહિનો તો કાઢ્યો
પછી શું કરે બિચારાં ?
ઠન ઠન ગોપાલ થઈ ગયા,
શેઠે પણ હાથ અધ્ધર કરી દીધા
ને સૂટ- બૂટ ની સરકારે તો
ના લીધી સોજ કે સંભાળ.
પંદર દાડા તો સુપ્રિમ કોર્ટે પણ ખેંચી કાઢ્યા
સરકારને ડાયરેક્શન આપવામાં.
આજુ ને બાજુ,બધું છે ઠપ્પ,
અરે ! દેશ આખો છે ઠપ્પ.
બસ ચાલતી જાય છે એક માત્ર
આ વણઝાર....
આને તો વણઝાર કહું કે कारवां કહું કે Exodus?
ગાથા છે બાઇબલમાં
કે યહૂદીઓ એ એક પેગંબર,
કદાચ હજરત મૂસા કહો કે મોઝિઝ,
એની પાછળ કરી હતી એકજોડસ - મહાહિજરત.
આ વણઝાર કહો તો વણઝાર,
कारवां કે काफिला કહો તો એ
ને મહાહિજરત કહો તો એ :
એમાં દસ દિવસના બાળકની માતા પણ છે
ને ફૂલેલા પેટ વાળી વાઘણ જેવી
ગર્ભવતી મહિલાઓ પણ છે.
અરે ! રોડના કિનારે
બચ્ચાને જન્મ આપીને
ચાલતી પકડતી સદ્યપ્રસૂતાઓ
પણ છે.
ખાવાનું જ્યારે ને જ્યાં મળ્યું રસ્તામાં
ત્યારે ને ત્યાં
કોરો ભાત મળે તો કોરો ભાત
ને પાંચ રૂપિયાના બિસ્કીટનું
પડીકું મળ્યું તો પડીકું.
મળ્યું તો ય શું ને ના મળ્યું તો ય શું.
રોકાઈ ગયો છે આખો
આ નિંભર ને નિર્દય દેશ
એક બસ ચાલ્યે જ જાય છે,
ચાલ્યે જ જાય છે નિરંતર
આ મહાહિજરત......
કોઈએ માથે મૂક્યું છે પોટલું
તો કોઈએ વળી બેગ.
કોઈએ ખભા પર બેસાડ્યું છે છોકરું,
તો કોઈ કોઈ દંપતીએ વળી
બાળકોને ઉપાડવાની સાથે
બેની વચ્ચે રહે તેમ
એક એક હાથે ઝાલ્યા છે બેગના પટ્ટા.
એક છાપું તો વળી
એમનામાં રહેલી ઇનબિલ્ટ કેપેસીટી - કુદરતે ઠાંસી ઠાંસીને ભરેલી શક્તિ - ની
કરતું હતું તારીફ.
કરે જ ને તે.
છાપું જ કહેતું હતું કે એક દંપતીએ તો
અઢી હજાર કિલોમીટર નું
કાપ્યું હતું અંતર પગપાળા.
છાપું તો કહેતું હતું કે
નવ વરસની એક છોકરી તો
ગામ આવવાને બાકી હતા
પંદર જ કિલોમીટર
ને ઢળી પડી અંતિમ નિદ્રામાં.
છાપું તો એ ય કહેતું હતું કે
સોળ જણા તો
કપાઈ મર્યા ભારખાના હેઠળ.
એક શહેરી કહેતો હતો કે
આમને ખબર ન પડે કે
રેલના પાટા પર તો
ના સૂવાય ?
ગમ પડતી હોત એટલી તો
એ તારી જેમ મેનેજર ના હોત, ફાડ્યા ?
એ બિચારાં તો રામભરોસે
ઊંઘતાં હતાં
રામભરોસે ઊંઘી રહેલા આખા દેશની જેમ.
શી ખબર એમને કે
રામ પછાડે ને રામ ઉપાડે
ચાલતા આ દેશ જેવું કોક ભારખાનું
આવી પહોંચશે
ને કાઢી નાખશે કચ્ચરઘાણ !
આ મહા હિજરતમાં આગળ નથી કોઈ
હજરત મૂસા કે હઝરત ઇસા.
બસ નેતા વગરની
ચાલ્યે જ જાય છે આ વણઝાર.
હું ભૂતપૂર્વ બાળ મજૂર.
અઢાર વર્ષનો થયો
ને સરકારી નોકરી મળી
ને મજૂરી છોડી
પણ ચાલવાનો ભયંકર કંટાળો
આવે છે મને.
તમે જ વેઢારી શકો મારા બંધુ,
આટઆટલી હાલાકી
ને સહી શકો આટઆટલી અવહેલના અને નાલાયકી.
એક ભૂતપૂર્વ મજૂરની
વખાના માર્યા મજૂરબંધુઓને
મહાત્મા આંબેડકરની સોગંદ,
ને મહર્ષિ માર્કસની કસમ
ખરા હૃદયથી સલામ.
આ વણઝાર કહો તો વણઝારને
कारवां કહો તો कारवां ને,
काफिला કહો તો काफिला ને
ને exodus કહો તો exodus ને
મારા બંધુઓ,
તહેદિલથી કોઈ પણ રંગ વગરની સલામ
કેમ કે
રેલે રેલે નીતરતા
પસીનાને
Comments
Post a Comment