Should I live or die, you tell me.
What should I do of hunger, you tell me.
My boat is at midsea
How to swim across the sea, you tell me.
If it were a quilt,I would spread
Where to spread my belly?
Who would explain my soul
Why I tremble, you tell me.
Where to go, where to live
There is no roof, you tell me.
The deadly blow is at the root
How can I flower, you tell me.
To whom should I talk
How much should I beg, you tell me.
Hunger compelled me to sell, you tell me
Where is the honor of my body
M : 9426169888
બોલ તું.
જીવું કે હું મરું બોલ તું,
ભૂખમાં શું કરું બોલ તું.
નાવ મારી છે મઝધારમાં,
કેમ દરિયો તરું બોલ તું.
ગોદડી હોય તો પાથરું,
પેટ ક્યાં પાથરું બોલ તું.
જીવને કોણ સમજાવે કે,
શાને હું થરથરું બોલ તું.
ક્યાં જવું ક્યાં રહેવું હવે,
ના રહ્યું છાપરું બોલ તું.
મૂળમાં ઘા લાગ્યો કારમો,
કેમ હું પાંગરૂ બોલ તું.
વાત હું મનની કોને કહું,
કેટલું કરગરું બોલ તું.
ભૂખમાં દેહ સોંપી દીધો,
ક્યાં રહી આબરૂ બોલ તું.
Comments
Post a Comment